ગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકોએ હાઈકોર્ટમાં પડકારતા સપ્ટેમ્બરમાં સુનાવણી મોરબી : મોરબી ઝુલતા પુલ દુર્ઘટના પાછળ જવાબદાર ઠરેલી મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાના રાજય સરકારના નિર્ણયને નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકોએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ અરજી પરની સુનાવણીમાં હાઇકોર્ટે આ સમગ્ર મામલે સરકારને જરૂરી જવાબ રજૂ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી સપ્ટેમ્બર મહિનામાં રાખી છે. પ્રાપ્ત વિગતો મુજબ નગરપાલિકાના સભ્યો દ્વારા નામદાર હાઇકોર્ટમાં કરવામાં આવેલી આ અરજીમાં એવા મુદ્દા ઉઠાવાયા હતા કે, કાયદાની જરૂરી પ્રક્રિયા અનુસરણ કર્યા વિના જ નગરપાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય લેવાયો છે. વળી, જે નિર્ણયને જનરલ બોર્ડની મંજૂરી જ મળી નથી તેવા બદરકારીભર્યા નિર્ણય માટે તમામ ચૂંટાયેલા સભ્યોને જવાબદાર ગણી શકાય નહી. વધુમાં નગરસેવકોએ રજુઆતમાં જણાવ્યું હતું કે, સરકારને નગરપાલિકા સુપરસીડ કરવાની સતા છે પરંતુ સમગ્ર મામલે સરકારે મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 37ને બદલે કલમ 263 મુજબ આપેલી નોટિસ ગેરવ્યાજબી ગણાઈ જેથી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ આ મામલે સરકારના નિર્ણયને પડકાર્યો છે.