જવાનને પુષ્પાંજલિ આપીને આર્થિક સહાય અર્પણ કરાઈ મોરબી : ગઈકાલે સવારે મોરબીથી માતૃભૂમિ વંદના ટ્રસ્ટના સ્વયંસેવકોએ મધ્ય પ્રદેશના શહીદ જવાન સંદિપ યાદવના પરિવાર સાથે મુલાકાત કરીને જવાનને પુષ્પાંજલિ તથા આર્થિક સહાય અર્પી હતી. મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટના સ્વયંસેવકોએ મધ્ય પ્રદેશના દેવાશ જીલ્લાના સોનકછ તાલુકાના કુલાલા ગામમાં અમર જવાન સંદિપ યાદવના પરિવાર સાથે મુલાકાત કરી હતી. સંદીપ યાદવ તથા બીજા ચાર જવાનો એ ૧૨ જુન અનંતનાગમાં ભારત માતાના ચરણોમાં જીવનની આહૂતિ આપી હતી. અમર જવાન સંદિપ યાદવના ઘરની આથિઁક સ્થિતિ ખૂબ જ નબળી તથા તેમના દિકરાની ઉમર ખૂબ જ નાની છે અને તેમના પત્ની તથા માતાપિતાનું દુઃખની અકલ્પનિય છે. આથી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા તેમના પરિવારને મળી, અમર જવાન સંદિપ યાદવને પુષ્પાંજલિ અર્પણ કરી અને આથિઁક યોગદાન આપવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne