305 મંડળીઓના સંગઠનના પ્રમુખ અને ઉપપ્રમુખ મહિલામોરબી : મોરબી જિલ્લા મહિલા ઉત્પાદન સંઘની ચૂંટણી સમરસ થયા બાદ આજે યોજાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં બન્ને પદ મહિલાઓના ફાળે ગયા હતા અને સંગીતાબેન કગથરા પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા.મોરબી જિલ્લામાં સફેદ ક્રાંતિના સર્જક એવા મહિલા ઉત્પાદક સંઘમાં વર્ષોથી મહિલાઓનો દબદબો છે ત્યારે તાજેતરમાં યોજાયેલ ચૂંટણી સમરસ થયા બાદ આજે પ્રમુખ અને ઉપ પ્રમુખ પદની ચૂંટણીમાં સંગીતાબેન કગથરા પ્રમુખ તરીકે અને અલ્કાબા દેવેન્દ્રસિંહ રાણા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.