મામલતદાર કચેરી ખાતે પણ રૂબરૂમાં અરજી કરી શકાશે મોરબી : કોવીડ-19માં મૃત્યુ પામેલના વારસદારોને 50 હજારની સહાય ચૂકવવાની કામગીરીની પ્રક્રિયા વેગવંતી બની છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત, મામલતદાર કચેરી ખાતે પણ અરજી કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા કોવીડ-19 થી મૃત્યુ પામેલા મૃતકોના વારસદારોને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફંડ) માંથી રૂ. 50000/- (પચાસ હજાર)ની સહાય મેળવવા માટે હવે ઓનલાઇન અરજી પણ કરી શકાશે. કોરોના મૃતકોના વારસદારોને સહાય ફોર્મ ઓનલાઇન ભરવા માટે https://iora.gujarat.gov.in/cov19_login.aspx ઉપર લોગ-ઇન કરીને સંપૂર્ણ વિગતો ભરીને સબમીટ કરવાનું રહેશે. આ ઉપરાંત અરજી ફોર્મ સબંધિત મામલતદાર કચેરી ખાતે પણ રૂબરૂ અરજી કરી શકાશે. વધુ માહિતી માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવા વિનંતી કરી છે. સહાય માટેની ઓનલાઇન અરજી માટેની માર્ગદર્શિકા આ લિંક પર જોઈ શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..