જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ બાદ જેતપર આંદોલન સમિતિનું નિવેદન: સરકાર 6 માંગણીઓ અંગે લેખિતમાં જવાબ આપે તેવી માંગમોરબી: કેબિનેટની મીટિંગ બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો ન હતો. માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ અંગે જેતપર આંદોલન સમિતિએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઉપવાસીઓની તબિયત લથડી રહી છે. સરકાર ત્વરિત નિર્ણય લ્યે.જેતપર આંદોલન સમિતિના આગેવાન વૈભવ અમૃતિયાએ જણાવ્યું છે કે આજની બેઠક બાદ વળતર માટે કોઈ નવી નીતિ જાહેર થઈ નથી. સરકારને માત્ર એટલી જ અપીલ છે કે ખેડૂતોના પ્રશ્નોનો જલ્દીથી ઉકેલ લાવવામાં આવે. હાલમાં ઉપવાસ પર બેઠેલા તમામ 11 લોકોની તબિયત લથડી રહી છે. સરકાર જે પણ નિર્ણય લેવા માંગતી હોય તેનો ઝડપથી નિકાલ લાવે જેથી ખેડૂતોને પડતી હાલાકી દૂર થાય.વૈભવ અમૃતિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર ખેડૂત હિતલક્ષી છે અને તેમને આશા છે કે આ સરકાર યોગ્ય ઉકેલ લાવશે. સમિતિ દ્વારા મુકવામાં આવેલી 6 માંગણીઓ પર સરકાર ચર્ચા કરે અને લેખિતમાં જવાબ આપે કે તેઓ ખેડૂતોને શું આપવા માંગે છે. જો સરકાર દ્વારા લેખિતમાં સ્પષ્ટતા કરવામાં આવશે તો ખેડૂતોને ખ્યાલ આવશે અને સમગ્ર ગુજરાત આ આંદોલનમાંથી મુક્ત થશે. પરંતુ જો સરકાર લેખિતમાં કંઈ નહીં આપે અને ગામેગામથી ખેડૂતોને બોલાવશે તો આ પ્રક્રિયા લાંબો સમય લેશે અને આવનારા દિવસોમાં આંદોલન વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. ખેડૂતો ઈચ્છે છે કે સરકાર એકવાર લેખિતમાં પોતાની વાત મૂકે જેથી આંદોલનનો સુખદ અંત આવી શકે.#Morbi #MorbiUpdate #JetparAndolan #FarmersProtest #GujaratFarmers #JituVaghani #GujaratGovernment #KhedutAndolan