મંડળીના પ્રમુખ અને મંત્રીની ગેરરીતિ મામલે ફરી કલેકટરને રજૂઆત કરી ન્યાયની માંગ કરીમોરબી : માળીયા તાલુકાની અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના પ્રમુખે ગેરવહીવટી કરી મનસ્વી નિર્ણય લઈ મંડળીના જુના સભ્યોને દૂર કરી પોતાના પરિચિતોને ગેરકાયદે સભ્યો બનાવી ગેરરીતિ કર્યાની અનેક રજુઆત છતાં યોગ્ય ન્યાય ન મળતા મંડળીના પાંચ જુના સભ્યોએ થોડા દિવસો પહેલા ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા બાદ આજે એક ઉપવાસીની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.માળીયા તાલુકાની અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના જુના સભ્યોએ આજે ફરી જિલ્લા કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, આ સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીએ અંગત હિત ખાતર આપખુદશાહી વલણ અપનાવી ગેરકાયદે મંડળીના અગાઉના સભ્યોને દૂર કરી પોતાના લાગતા વળગતા લોકોને ગેરકાયદે સભ્યો બનાવી ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જુના સભ્યોને યોગ્ય ન્યાય આપવા માટે મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપી 25 ડિસેમ્બરથી પાંચ જેટલા આગેવાનોએ ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા હતા. દરમિયાન આજે ઉપવાસી દેવાભાઈ છનાભાઈ ચાવડાની તબિયત લથડતા તેમને 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.