પ્રકૃતિ તરફ વળવાનો સંદેશ: ઓર્ગેનિક શાકભાજી, આયુર્વેદિક વસ્તુઓ અને ફૂલછોડ મળશે રાહતદરેમોરબી : આજના સમયમાં લોકોમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધી રહી છે, ત્યારે મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આગામી રવિવાર, તારીખ 05-07-2026 ને રવિવારના રોજ સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી. બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ, મોરબી ખાતે નેચરલ વસ્તુઓના વિશેષ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના સંયોજક જીતુભાઈ ઠક્કર દ્વારા મોરબીની જનતાને આ સ્વાસ્થ્યવર્ધક સેવાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.વેચાણ કેન્દ્રમાં કઈ-કઈ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે?આ વેચાણ કેન્દ્રમાં લોકોના રોજિંદા જીવનમાં ઉપયોગી વિવિધ પ્રકારની પ્રાકૃતિક અને આયુર્વેદિક ચીજવસ્તુઓ ઉપલબ્ધ રહેશે. જેમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા, ગૌમૂત્ર અર્ક, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી અને લેમનટી, રાહતદરે 10 અલગ-અલગ જાતના ગુલાબ તેમજ અન્ય આકર્ષક ફૂલછોડ, રસોડામાં ઉપયોગી લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વગેરે, શુદ્ધ અને ઓર્ગેનિક શાકભાજી મળશે.સંસ્થા દ્વારા 'નિરોગી રહીએ, પ્રકૃતિ તરફ વળીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ' નો સુંદર સંદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ ખરીદી કરવા આવતા તમામ નાગરિકોને ઘરેથી કાપડની થેલી સાથે લાવવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #HardePracharKendra #NaturalProducts #OrganicVegetables #Ayurveda #GoGreenMorbi