ઓર્ગેનિક શાકભાજી, આયુર્વેદિક ચીજવસ્તુઓ અને ફૂલછોડ રાહતદરે ઉપલબ્ધ રહેશેમોરબી અપડેટ : મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા પ્રકૃતિ તરફ વળવાના અભિયાન અંતર્ગત આવતીકાલે તારીખ 9 ઓગસ્ટ ને રવિવારે નેચરલ વસ્તુઓના વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેચાણ કેન્દ્ર મોરબીમાં માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી. બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, સનાળા રોડ ખાતે સવારે 8 થી બપોરના 12 વાગ્યાં સુધી ખુલ્લું રહેશે.આ કેન્દ્રમાં વેચાણ માટે હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા, ગૌમૂત્ર અર્ક, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી અને લેમનટી ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, રાહતદરે 10 જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, રસોડામાં ઉપયોગી લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી સહિતની ચીજવસ્તુઓ તથા ઓર્ગેનિક શાકભાજી પણ મળશે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રના સંયોજક જીતુભાઇ ઠક્કર દ્વારા આ વેચાણ કેન્દ્રનો બહોળા પ્રમાણમાં લાભ લેવા મોરબીવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ ઘરેથી કાપડની થેલી સાથે લાવવા જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #HardeyPracharKendra #OrganicProducts #NaturalLife #Morbi