હળવદ: હળવદમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે હળવદ માર્કેટયાર્ડમાં વિવિધ જણસી વેચવા માટે આવતા ખેડૂતોની જણસ ન બગડે તે માટે થઈ આવતીકાલે એટલે કે તારીખ 28ના રોજ હળવદ યાર્ડમાં હરાજી કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું યાર્ડ દ્વારા જણાવાયું છે. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી મેઘ પધરામણી થઈ છે સાથે જ હળવદ યાર્ડમાં વિવિધ જણસી વેચવા માટે ખેડૂતો આવ્યા હોય પરંતુ આજના દિવસે થયેલ હરરાજીની જણસનો નિકાલ ન થઈ શકવાને કારણે અને યાર્ડના શેડમાં જગ્યા ન હોવાથી આવતીકાલે એટલે કે તારીખ 28/ 9/2019ના રોજ હળવદ માર્કેટ યાર્ડમાં હરરાજી કાર્ય બંધ રાખવાનો નિર્ણય યાર્ડ દ્વારા કરવામાં આવ્યો હોવાનું સેક્રેટરી મહેશભાઇ પટેલએ જણાવ્યું છે. જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવા અપીલ કરાઇ છે. વધુમાં જણાવ્યું હતું કે જે માલ પેન્ડિંગ રહેશેએ પૂરતી જ કાલે હરરાજી કરવામાં આવશે. વરસાદી વાતાવરણને ધ્યાને લઇ કમિશન એજન્ટનો ફરજિયાત સંપર્ક કરીને પછી જ યાર્ડમાં આવવા ખેડુત મિત્રોને નિવેદન કરાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..