1 જૂનના રોજ દેત્રોજા પરિવાર દ્વારકાધીશજીને પીળા વસ્ત્રો પરિધાન કરાવશે હળવદ : જગતમંદિર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે દેશ-વિદેશથી ભક્તોની ભીડ ઉમટે છે ત્યારે જગત મંદિરે ધ્વજાજી અને કાળીયા ઠાકરને વસ્ત્ર પરિધાન કરવાનો લ્હાવો ભાગ્યે જ મળતો હોય છે. તેવામાં હળવદના પટેલ પરિવારને કાળીયા ઠાકરને પીળા વસ્ત્રો ધારણ કરાવવાનો લ્હાવો મળતા ખુશીની લહેર છવાઈ છે. ચારધામ યાત્રામાં દ્વારકાધીશજીનું જગત મંદિરનું અનેરું સ્થાન છે. ભગવાન દ્વારકાધીશને દરરોજ વાર અને ઋતુ મુજબ જુદા-જુદા રંગના વસ્ત્ર ધારણ કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી તારીખ 1.6.2021 ને મંગળવારના રોજ રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશજીને પીળા રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવનાર હોય અને આ વસ્ત્ર ધારણ કરાવવાનો અવસર હળવદ ખાતે માર્કેટીંગ યાર્ડમાં દ્વારકાધીશ ટી વાળા નયન ઠાકરશીભાઈ દેત્રોજા પરિવારને મળતા પટેલ પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે.