મોરબી : મોરબીના ભડિયાદ ગામે કારખાનામાં ડમ્પરનું હાઇડ્રોલિક ઊંચું કરી રીપેરીંગ કરતા સમયે અચાનક હાઇડ્રોલિક નીચે પડતા ડમ્પરના ઠાઠામા ડોકનો ભાગ દબાઈ જતા યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા દેવાણંદભાઇ રણમલભાઇ કુંભારવાડીયા ઉ.32 નામનો યુવાન ગઈકાલે ભડિયાદ ખાતે આવેલ અમુલ મિનરલ નામના કારખાનામાં પોતાના ડમ્પરમા હાઇડ્રોલિક ઊંચું કરી કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક હાઇડ્રોલિક નીચે પડતા દેવાણંદભાઇ રણમલભાઇ કુંભારવાડીયાનું હાઇડ્રોલિક અને ચેસીસ વચ્ચે ડોકનો ભાગ દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.