હળવદ : હળવદમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેને ધ્યાને લઈને હળવદ અનાજ કરિયાણાના વેપારીઓએ માત્ર બપોરે દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. જે મુજબ 12 થી 19 એપ્રિલ દરમિયાન અનાજ કરીયાણાની દુકાનો માત્ર બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.