મોરબી : ભારત વિકાસ પરિષદ - મોરબી દ્વારા પરિવારના વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલા તેમજ વિવિધ ક્ષેત્રે વરણી પામેલા લોકોનો શુભેચ્છા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ વિજેતા થયેલા વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદી, ધોરણ 10માં ઉત્કૃષ્ટ પરિણામ માટે પૂર્વા જયેશભાઈ પનારા, આદર્શ માતા કસોટીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે દર્શનાબેન દિલીપભાઈ પરમાર તથા ધ્યાની પરમાર, મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે નિયુક્ત મનોજભાઈ ઓગણજા, ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ તરીકે નિમાયેલા ડો. જયેશભાઈ પનારા, મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તથા રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા દિનેશભાઈ હુંબલ, પાટીદાર સમૂહ લગ્ન સમિતિ તથા ઘડિયા લગ્નની પ્રેરણાદાયી પહેલના સક્રિય આગેવાન મનુભાઈ કૈલા સહિતના આગેવાનોને સન્માન સ્મૃતિ તથા શાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપનારા તમામ વિધાર્થી મિત્રોને તથા સગાઈ વિધિ દ્વારા જોડાયેલા મિત્રોને પણ શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની દિપ પ્રાગટ્યથી શરૂઆત 10 વર્ષથી નાના બાળકોએ કરી હતી. ઉપસ્થિત તમામ બાળકોને પણ શૈક્ષણિક કિટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઇ બોપલીયા, દિલીપભાઈ પરમાર, હરદેવભાઈ ડાંગર, મનીષભાઈ કુંડારીયા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કરેલું હતું.