મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે ગ્રામજનોના સહયોગથી પ્રાચીન અને ભવ્ય શ્રી રામજી મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે. જે અંતર્ગત આગામી તારીખ ૧૪-૦૩-૨૦૨૬, શનિવારના રોજ શિલાન્યાસ (ભૂમિ પૂજન) વિધિનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમની વિગતઆ ધાર્મિક મહોત્સવની શરૂઆત શનિવારે સવારે ૭-૦૦ કલાકે પવિત્ર શિલાના સામૈયા સાથે થશે. ત્યારબાદ સવારે ૮-૦૦ કલાકે શુભ ચોઘડીયે શિલાન્યાસ વિધિ સંપન્ન કરવામાં આવશે. આ પ્રસંગે ખોખરા હનુમાન હરીહર ધામના મહામંડલેશ્વર ૧૦૦૮ માં કનકેશ્વરી દેવીજી આશીર્વચન પાઠવશે. આ શિલાન્યાસ વિધિના મુખ્ય યજમાન તરીકે શ્રીકર ડાયાલાલ છત્રોલા ઉપસ્થિત રહેશે.મહાપ્રસાદનું આયોજનધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ બપોરે ૧૧:૩૦ કલાકે પટેલ સમાજ વાડી, બેલા (રંગપર) ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રામજી મંદિર નિર્માણ સમિતિ અને બેલા ગામ સમસ્ત દ્વારા આ મંગલ પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Bela #RamMandir #Shilanyas #ReligiousNews #MorbiUpdate #TempleConstruction #SaurashtraNews