સમૂહ લગ્નોત્સવમાં ગુર્જર પ્રજાપતિ સમાજના 20 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યામોરબી : મોરબીમાં 2 ફેબ્રુઆરી ને રવિવારના રોજ પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા ગુર્જર પ્રજાપતિ સમાજનો આઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. મોરબીના જુના સાદુળકા પાસે કે.કે. બેન્ક્વેટ હોલ એન્ડ પાર્ટી લોન્જ ખાતે યોજાયેલા આ ભવ્યાતિભવ્ય સમૂહ લગ્નોત્સવમાં ગુર્જર પ્રજાપતિ સમાજની 20 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.સમૂહ લગ્નોત્સમાં જોડાનાર દીકરીઓને 100થી વધુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવી હતી. સમૂહ લગ્ન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં અગ્રણી ઉદ્યોગપતિઓ, જ્ઞાતિ આગેવાનો, રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે પ્રજાપતિ યુવા સંગઠન મોરબીના 135થી વધુ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.