મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી ગુરુ મહંત ભાવેશ્વરી મા રામધન આશ્રમ (મોરબી) ભાગવત કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશેમોરબી : મોરબીમાં આજથી તા. 23-11-2025 થી 29-12-2025 સુધી મોરબીના સામા કાંઠે મા નવરાત્રી ગ્રાઉન્ડ ઉમા ટાઉનશિપ સામે ભવ્ય ભાગવત કથાનો પ્રારંભ થયો છે. આ કથામાં બપોરે 2 થી 6 કલાક દરમિયાન મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી ગુરુ મહંત ભાવેશ્વરી મા રામધન આશ્રમ (મોરબી) ભાગવત કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. આ કથાના મુખ્ય યજમાન મકવાણા પરિવાર છે. રાજકોટ કાગદડી ગુરુકૃપા આશ્રમના ગુરુદેવ બ્રહ્મલીન સંત પુ. સીતારામબાપુ આશિર્વાદથી મહંત ભુપતબાપુના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્વાન ભુદવ દ્વારા દરરોજ મહાપુજા મહાયજ્ઞનો સમય 8 થી 11:30 સુધી અને 108 રાંદલ માતાજીના લોટાનું અયોજન કરેલ છે. જેમાં સંતો મહંતો તેમજ અનેક આગેવાનો પધારશે. ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા મકવાણા પરિવાર તેમજ મહંત ભુપતબાપુ ગુરુકૃપા આશ્રમ કાગદડી દ્વારા આમંત્રણ પાઠવેલ છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે.