મહાવીર ચોક ખાતે 14 થી 25 સપ્ટેમ્બર સુધી ગણપતિ મહોત્સવનું આયોજન, વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશેમોરબી અપડેટ : મોરબી શહેરમાં આગામી ગણેશોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રવાપર રોડ પર નવા બસ સ્ટેશન સામે આવેલા મહાવીર ચોક ખાતે “બાલાજી ગ્રુપ કા રાજા” દ્વારા આગામી તારીખ 14 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ ગણેશોત્સવને લઈને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 14 સપ્ટેમ્બરથી શરૂ થતા આ મહોત્સવમાં ગણપતિ બાપાની ભક્તિ સાથે અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ ભવ્ય મહોત્સવમાં બાપાના દર્શન અને વિવિધ કાર્યક્રમોનો લાભ લેવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે.#Morbi #Ganeshotsav2026 #MorbiUpdate #BalajiGroupKaRaja #GaneshChaturthi #MorbiNews #RavaparRoad #GaneshMahotsav