સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને એકત્રિત થઈ જિલ્લા અને તાલુકા મથકોએ આવેદન પત્ર આપવા અપીલમોરબી : ખેડૂતો દ્વારા આજે વીજલાઈન વળતરના પરિપત્રના વિરોધમાં વિશાળ પદયાત્રા યોજી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. આ મામલે પાટીદાર યુવા સેવા સંઘના મનોજ પનારાએ પ્રતિક્રિયા આપી સરકારને ચેતવણી આપી છે કે જેમ આંદોલનને દબાવવાનો પ્રયત્ન કરશો, તેમ આ આંદોલન ડબલ તાકાતથી આગળ વધશે.2 ગણું વળતર મંજૂર નથી, 4 ગણા વળતરની ઉગ્ર માંગમનોજ પનારાએ જણાવ્યું છે કે સરકારનો વર્તમાન પરિપત્ર ખેડૂતોને બિલકુલ મંજૂર નથી. સરકાર દ્વારા આપવામાં આવતું 2 ગણું વળતર ખેડૂતો સ્વીકારશે નહીં. કેન્દ્ર સરકારના કાયદા મુજબ ખેડૂતોને તેમની જમીનનું 4 ગણું વળતર જ મળવું જોઈએ. જો ખેડૂતોની આ ન્યાયી માંગ પૂરી કરવામાં નહીં આવે, તો અદાણી કે અંબાણી જેવી કંપનીઓને ખેડૂતો પોતાના ખેતરમાં થાંભલા ખોડવા દેશે નહીં.350 ગ્રામ પંચાયતોના સમર્થન સાથે આવેદન પત્ર સોંપાયુંઆ આંદોલનને મજબૂત ટેકો આપવા માટે મોરબી જિલ્લાની 350 જેટલી ગ્રામ પંચાયતો અને ગ્રામ સભાઓના લેટરો સાથે કલેક્ટરને આવેદન પત્ર સોંપવામાં આવ્યું છે. આ આવેદન પત્ર દ્વારા સરકારને સ્પષ્ટ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવે.સરકારની દમનકારી નીતિ સામે ખેડૂતોનો પડકારમનોજ પનારાએ સરકાર અને પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, છેલ્લા 5 દિવસથી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા અગ્રણીઓને દબાવવા અને ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમની ગૌશાળાઓમાં નોટિસો મોકલવામાં આવી રહી છે અને તેમના કામ-ધંધા પર રેડ પાડીને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, તમે જેમ આંદોલનને દબાવવાનો પ્રયત્ન કરશો, તેમ આ આંદોલન ડબલ તાકાતથી આગળ વધશે. ઇતિહાસ સાક્ષી છે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવા છતાં દેશની ક્રાંતિ અટકી નહોતી. તમે એકને હેરાન કરશો તો 1000 આવશે અને 1000ને કરશો તો લાખો ખેડૂતો રસ્તા પર ઉતરી આવશે, પણ ખેડૂતો તમારી તાનાશાહી સ્વીકારશે નહીં.સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક થવા હાકલમોરબીથી શરૂ થયેલા આ આક્રોશને આગળ ધપાવતા મનોજ પનારાએ સમગ્ર ગુજરાતના ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ પણ પોતપોતાના તાલુકા અને જિલ્લા મથકોએ હજારોની સંખ્યામાં એકત્રિત થઈ, વ્યવસ્થિત પ્લાનિંગ સાથે સરકારને આવેદન પત્ર આપે. 4 ગણા વળતર સિવાય સરકારની કોઈ પણ વાત ખેડૂતો માન્ય રાખશે નહીં તેવો મક્કમ નિર્ધાર ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #FarmersProtest #ManojPanara #MorbiFarmers #GujaratFarmers #LandCompensation #BreakingNews #Morbi