મોરબી : મોરબીમાં આગામી તારીખ 25-9-19 બુધવાર પુષ્યનક્ષત્રના ઉત્તમ દિવસે આયુર્વેદિક જીવનશૈલી મોરબી દ્વારા વિનામૂલ્યે જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને તથા પ્રેગ્નેન્ટ મહિલાઓને આયુર્વેદિક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. જેનો સમય સવારે 10 થી 1 અને બપોરે 4 થી 6 નો રહેશે. સ્થળ સોરઠીયા લુહાર વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, લાતી પ્લોટ, શનાળા રોડ, મોરબી રહેશે. બાળકોને સુવર્ણપ્રાશનનાં ટીપા પિવડાવવાથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, પાચનતંત્રમા સુધારો કરે છે, યાદશક્તિમાં વધારો કરે છે, બાળકોનો ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે, બદલાતા વાતાવરણમાં તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે. શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થતું હોવાથી મોરબીના વધુ ને વધુ બાળકો આ કેમ્પનો લાભ લે તેવી અપીલ રાજ પરમાર દ્વારા કરવામાં આવી છે. પ્રેગ્નેન્ટ મહિલાને સુવર્ણપ્રાશનના ટીપા પીવાથી માતા અને આવનાર બાળક બન્નેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બન્નેનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે.વધું વિગત માટે રાજ પરમાર મો. 9722666442 નો સંપર્ક કરવાનું જણાવાયું છે.