માળીયા (મી.) : તાલુકાના લક્ષ્મીનગર ગામના સરપંચ જયદીપભાઈની સોનાની વીંટી કામકાજ દરમ્યાન ખોવાઈ ગઈ હતી. જે સરવર ગામના પૂર્વ સરપંચને મળતા મૂળ માલીક સુધી પહોંચાડી પ્રમાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માળીયા મી.ના લક્ષ્મીનગર ગામના યુવા સરપંચ જયદીપભાઈની સોનાની વીંટી કામકાજ દરમ્યાન ક્યાંક પડી ગઈ હતી. ઘણી શોધખોળ કરવા છતાં વીંટી મળી ન હતી. ત્યારે જ સરવર ગામના પૂર્વ સરપંચ રવજીભાઈને આ વીંટી મળી આવી હતી. જેઓએ વીંટીના મૂળ માલીકની શોધખોળ આદરી હતી. આખરે વીંટીના મૂળ માલીક જયદીપભાઈ મળી આવતા વીંટી તેઓની જ છે તેની ખરાઈ કરી રવજીભાઈએ મૂળ માલીકને સોનાની વીંટી પરત કરતા વીંટી માલીક જયદીપભાઈએ પૂર્વ સરપંચની પ્રામાણિકતાને બિરદાવી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.