મોરબી : મોરબીમાં વસતા ગોગરા પરિવારના સ્નેહમિલન તથા નિર્મળભાઈ ગોગરાનું તથા પરિવારના નિવૃત કર્મચારીઓ તથા સક્રિય કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે જી.એસ.ટી. આસિસ્ટંટ કમિશ્નર નિર્મળભાઈ ગોગરા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગોગરા પરિવારમાં સદસ્યોએ હાજર રહી એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.