હળવદના ભલગામડા ગામની ઘટના : વિચિત્ર બચ્ચાનું મૃત્યુ હળવદ : હળવદના ભલગામડા ગામે બકરીએ આઠ પગ ધરાવતા ઓક્ટોપસ જેવા બચ્ચાને જન્મ આપતા નાના એવા ગામમાં ભારે કુતુહલ સર્જાયું હતું. જો કે, આ વિચિત્ર બચ્ચાએ જન્મ બાદ થોડા સમયમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા વાલાભાઇ ભરવાડની બકરીએ આજે આઠ પગ ધરાવતા વિચિત્ર ઓક્ટોપસ જેવા બચ્ચાને જન્મ આપ્યો હતો. સામાન્ય રીતે બકરી બે કે ત્રણ બચ્ચા આપતી હોય છે ત્યારે બકરીએ વિચિત્ર બચ્ચાને જન્મ આપતા નાના એવા ગામમાં કુતુહલ સર્જાયું હતું. જો કે આ ઓક્ટોપસ જેવા બકરીના બચ્ચાનું જન્મ બાદ થોડા સમયમાં જ મૃત્યુ નીપજ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..