મોરબી : આજના યુવાનો જ્યારે જન્મદિવસની ઉજવણી મિત્રો સાથે પાર્ટી કરીને ઉજવવા માટે પ્લાન કરતાં હોય છે એવામાં મોરબીની યુવતીએ પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી યુવાનો માટે નવી રાહ ચીંધી હતી. મોરબીના યુવતી પ્રાચી શાંતિલાલ કંઝારીયાએ ઝુંપડપટ્ટીમાં વસતાં જરૂરીયાતમંદ બાળકોને નાસ્તો કરાવી તથા તેમને ચોકલેટ્સ આપી પોતાનો જન્મદિવસ યાદગાર બનાવ્યો હતો. સાથે જ પ્રાચીએ યુવાનોને સંદેશ આપતાં જણાવ્યું હતું કે આપણે પરિવાર અને મિત્રો સાથે તો પાર્ટી કરતાં જ હોઈએ છીએ, કરવી જ જોઈએ પરંતુ સાથે આવા જરૂરીયાતમંદ બાળકો સાથે પણ સમય વિતાવવો જોઈએ જેથી આપણી સાથે એમનો દિવસ પણ યાદગાર બને.