મોરબી : મોરબીમાં રસ્તામાં પડી ગયેલા બાઈક ચાલકના કીમતી મોબાઈલ ફોન મળી આવ્યા બાદ મોરબીની યુવતીએ પ્રમાણિકતા દાખવી મોબાઈલમાં મૂળ માલિકને શોધીને કીમતી ફોન પરત કર્યો હતો. મોરબીની યુવતી વૃત્તિ ઠક્કર અને તેની બહેન રિદ્ધિ વિઠલાણી એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર પડી ગયેલો કિંમતી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. વૃત્તિ ટક્કરે આ મોબાઈલના મૂળ માલિકનો સંપર્ક કરી તેમને જલારામ મંદિર ખાતે બોલાવીને મોબાઈલ પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.