હળવદ તાલુકાના સુખપુર ગામની સીમમાં બનેલી ઘટના હળવદ : હળવદ તાલુકાના સુખપુર ગામે વાડીમાં મજૂરીકામ કરતા શ્રમિક પરિવારમાં માતાપિતાએ કામ નહીં કરતી પુત્રીને ઠપકો આપતા માઠું લાગતા યુવતીએ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદના સુખપુર ગામે ભરતભાઇ ઉડેચાની વાડીમાં કામ કરતા વેચાતભાઇ ઉર્ફે વિજય ચમનભાઇ નાયક (રહે.અલવા, તા.કાલોલ, જી.ગોધરા, હાલ રહે.સુખપર ગામની સીમ)ની પુત્રી નીશાબેન નાયક (ઉ.વ.૨૨)એ ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મરણ જનાર નિશાને માતા-પિતાએ ખેતરમાં કામ નહી કરતી હોવાથી ઠપકો આપતા લાગી આવતા ગળેફાસો ખાઇ લીધો હોવાનું સામે આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..