મોરબી: મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભાસદો માટેની સામાન્ય સભા આગામી ગુરુવાર, તા. 01/01/2026 નાં રોજ સવારે 08:30 કલાકે યોજવામાં આવી છે. આ સભા ધરમપુર રોડ પર, ઉમા ટાઉનશીપ સામે આવેલ પંચમુખી હનુમાનજીનાં મંદિરે રાખવામાં આવેલ છે. સભામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફી રૂ. 300 રાખવામાં આવેલ છે, જેની સર્વે સભાસદોએ નોંધ લેવા પ્રમુખ જીવભાઇ એસ. ડાંગરની યાદીમાં જણાવાયું છે.