જામનગરથી ઉત્તરપ્રદેશ જઈ રહેલા ટેન્કરને અકસ્માત નડ્યો : જાનહાની નહિ મોરબી : મોરબીના ડાયમંડનગર આમરણ નજીક આજે વહેલી સવારે એલપીજી ગેસ ભરેલ ટેન્કર પલટી મારી ગયું હતું. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જામનગરથી એલપીજી ગેસ ભરી ઉત્તરપ્રદેશ જઈ રહેલા ટેન્કર નંબર UP - 17 - AT - 0735ને સવારે 6 વાગ્યાના અરસામાં ડાયમંડ નગર આમરણ નજીક આવેલ ક્રિષ્ના જીનિગ પાસે પુલિયા ઉપરથી પલટી મારી ગયું હતું.જો કે સદભાગ્યે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થયેલ ન હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.