મોરબી: ભારતીય સંસ્કૃતીની આગવી ઓળખ એટલે રાસ-ગરબા કે જેને આજે યુનેસ્કોએ પણ સ્વીકાર્યું છે. ત્યારે મોરબીની સાર્થક વિદ્યામંદિરની ટીમ આજે ઓડિશા ખાતે વિશ્વ પ્રખ્યાત મહોત્સવ '78મો ધનુયાત્રા મહોત્સવ- ઓડિશા' માં પોતાનું ત્રિ-દિવસીય પર્ફોર્મન્સ આપી રહી છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી સાર્થક વિદ્યામંદિરની ગરબા ટીમ કે જેને રવિરાજ પૈજા કોરિયોગ્રાફ કરી રહ્યા છે. ત્યારે આ તકે રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી મોરબી તેમજ ગાંધીનગર ટીમનો આ તકે સમગ્ર ટીમે આભાર વ્યક્ત કર્યો છે.