મોરબી : મોરબીમાં અકસ્માતે જીવ ગુમાવનાર અજાણી મહિલાના વાલી વારસ ન મળતા અંતે પંચમુખી ટ્રસ્ટ દ્વારા તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. મોરબીના નાગડવાસ નજીક અંદાજે પાંચેક દિવસ પૂર્વે અજાણી મહિલાનું વાહન હડફેટે મોત નીપજ્યું હતું. બાદમાં આ અજાણી મહિલાના વાલીવારસ ન મળતા પંચમુખી ટ્રસ્ટના હસીનાબેન લાડકા સહિતના સેવાભાવીઓએ આ મહિલાના મૃતદેહની અંતિમ ક્રિયા કરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne