મોરબી: ઉમિયા સોશિયલ ગ્રુપ મોરબી દ્વારા ઉમિયાનગર પરિવાર-મોરબીનું ચોથું સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમિયાનગર ગામના મોરબી ખાતે રહેતા તમામ પરિવારો એક છત નીચે ભેગા થાય તેવા ઉમદા હેતુથી આ સ્નેહમિલનનું આયોજન થયું છે. આ કાર્યક્રમ તારીખ 11-01-2026, રવિવારના રોજ બપોરે 3:30 કલાકે યોજાશે. સ્નેહમિલનનું સ્થળ જય દ્વારકાધીશ હોલ, કસ્તુરી ગ્રીન અપાર્ટમેન્ટની બાજુમાં (એસ.પી) સરદાર પટેલ રોડ, મોરબી ખાતે છે. સ્નેહમિલન કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગણપતિ વંદના, મા ઉમિયાજીની સમૂહ આરતી, મહેમાનોનું શાબ્દિક સ્વાગત, બાળ વકતૃત્વ, બાળ રમત, પરસ્પર પરિચય અને રાસ-ગરબાનું આયોજન કરાયું છે. અંતમાં, સૌ સભ્યો માટે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોરબીમાં રહેતા ઉમિયાનગરના તમામ પરિવારોને સહપરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.