ઉમેદવાર itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશેમોરબી : આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ - 2025 માટેની ચોથા તબક્કાની (વહેલા તે પહેલા ધોરણે ) પ્રવેશ પ્રક્રીયા તારીખ 26-8-2025થી શરૂ થશે. ગુજરાત રાજ્ય , શ્રમકૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબીની સરકારી આઈ.ટી.આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેરની યાદી અનુસાર આઈ.ટી.આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-2025 માટેની ચોથા તબક્કાની (વહેલા તે પહેલા ધોરણે ) પ્રવેશ પ્રક્રીયાની તા. 26-8-2025 શરૂ થનાર છે. જે માટે ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ રૂ.50 રજીસ્ટ્રેશન ફી 1. Internet Banking.2.Credit Card3.UPI ID - UPI QR Code.4.NEFT.વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે.અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી આઈ.ટી.આઈ. ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે.જીલ્લાની દરેક આઈ.ટી.આઈ ખાતે 10 થી 6 દરમ્યાન ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની અને રોજે રોજ મેરીટ આધારિત પ્રવેશ આપવાની કામગીરી તેમજ આઈ.ટી.આઈ વિશે માર્ગદશન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત રહેશે.વધુમાં જણાવવાનું કે પ્રવેશ વર્ષ-2025નો આ આખરી રાઉન્ડ હોય જેમાં રાજ્યની બહારના ઉમેદવારો જે તે સંસ્થાના વિવિધ વ્યવસાયોમાં ખાલી રહેલ બેઠકોમાં ડોમિસાઈલ સર્ટીફિકેટ રજૂ કર્યા સિવાય પણ પ્રવેશ મેળવી શકશે. ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (1) ધો- 8,9,10ની માર્કશીટ (2) શાળા છોડયાનું પ્રમાણપત્ર (3) જાતી/કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS) (4) આધારકાર્ડ (5) પાસપોર્ટ સાઈઝ ફોટો (6) બેંક પાસબૂક ( મરજીયાત) (7) આવકનો દાખલો વગેરે જરુરી શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. તેમજ વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.