ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ, 1901ના દિવસે થયો હતો અને તેમનું નિધન 23 જૂન, 1953ના દિવસે તેમનું અવસાન થયું હતું. તેઓ એક રાજનીતિજ્ઞ, વિચારક અને દેશભક્ત હતા અને તેમણે પોતાનું જીવન રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે સમર્પિત કરી દીધું હતું. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહલાલ નહેરુની કેબિનેટમાં તેઓ ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે પણ રહી ચુક્યા હતા. 1950માં ભારતના તત્કાલીન વડાપ્રધાન નહેરૂ અને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાન વચ્ચે દિલ્હીમાં એક સમજૂતી થઈ. તે મુજબ લઘુમતીઓ માટે અલગ નીતિઓ બનાવવા પર સહમતિ સધાઈ. પાકિસ્તાન પ્રત્યે નહેરૂના નરમ વર્તાવનો વિરોધ કરતા મુખર્જીએ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમજ ડો. મુખર્જીએ યુવાન સર્મિપત લોકોને આ કામ માટે રાજકીય સ્તરે જોડાવા માટે શ્રી ગુરુજીની મદદ લીધી હતી. ત્યારબાદ 20મી ઓક્ટોબર, 1951ના રોજ તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી. પંડિત દિનદયાલએ 21મી સપ્ટેમ્બર, 1951ના રોજ ઉત્તરપ્રદેશમાં રાજકીય પરિષદ યોજી હતી અને ભારતીય જનસંઘ તરીકે નવા પક્ષનું રાજયમાં એકમ સ્થાપ્યું હતું. અને ડો. મુખર્જીએ આ પ્રથમ અખિલ ભારતીય પરિષદમાં પ્રમુખસ્થાન સંભાળ્યું હતું. આ રીતે તેમણે ભારતીય જનસંઘનો મજબૂત પાયો નાખી તેના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો. ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની દેશસેવાની નોંધ લઇને 31મી મે, 1991ના દિવસે તત્કાલિન રાષ્ટ્રપતિ આર. વેંકટરામન દ્વારા સંસદીય ગૃહના સેન્ટ્રલ હોલમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય જનસંઘનું નવું રાજકીય સ્વરૂપ ભારતીય જનતા પાર્ટી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..