ભવ્ય શાકોત્સવ, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને સત્સંગ કથામૃતનું આયોજનહળવદ : હળવદના ખારીવાડી વિસ્તારમાં મુળી તાબાનું બહેનોનું સ્વામિનારાયણ મંદિર નવનિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ મંદિરનો ખાતમુહૂર્ત સમારોહ આગામી તારીખ 7 ફેબ્રુઆરી ને શુક્રવારના રોજ યોજાશે.ભાવિઆચાર્ય 108 લાલજી મહારાજ વજેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે ખારીવાડી બહેનોનું સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત થશે. ખાતમુહૂર્ત પ્રસંગે 7 ફેબ્રુઆરીએ સવારે 8-30 થી 12 વાગ્યા સુધી સામંતસર તળાવની પાળ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં સવારે 8-30 થી 12 વાગ્યા સુધી ધૂન, સંકિર્તન આરાધના (મુન્ના મહારાજ મ્યૂઝીકલ ગ્રુપ) કરવામાં આવશે. મુળી ધામના ધર્મવલ્લભદાસજી સ્વામી અને હળવદના ભક્તિનંદનદાસજી સ્વામી દ્વારા સત્સંગ કથામૃત કરવામાં આવશે. સામંતસર તળાવની પાળે ભવ્ય દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું છે. સાથે જ નૂતન મંદિર નિર્માણના ભૂમિદાતા યજમાનોનું સન્માન કરવામાં આવશે. સવારે 8 થી 12 વાગ્યા સુધી સંસ્કાર વિદ્યાલય ખાતે રોટરી ક્લબ ઓફ હળવદના સહયોગથી તેમજ નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે. સાથે જ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે. આ પ્રસંગે વિવિધ મંદિરોના સંતો ઉપસ્થિત રહેશે.