મોરબી : કેશવ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ. મોરબી શાખાનો આજરોજ સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ સાથે ભારતમાતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ચેરમેન રમેશભાઈ પંડ્યા, વાઇસ ચેરમેન ડોક્ટર અનિલકુમાર મહેતા, મેનેજર અશોકભાઈ પરમાર, કર્મચારીગણ તથા અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.