માળીયા મિયાણા - હળવદ હાઇવે ઉપર બનેલી ઘટનામાં બાઈક ચાલકનું મૃત્યુહળવદ : હળવદ - માળીયા મિયાણા હાઇવે ઉપર રાતકડી હનુમાનજી મંદિર નજીક માનગઢ ગામના પૂર્વ સરપંચે પોતાની કાર હડફેટે બાઈક ચાલકને ઠોકરે લઈ ચગદી નાખી કાર લઈ નાસી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ - માળીયા મિયાણા હાઇવે ઉપર રાતકડી હનુમાનજી મંદિર નજીક માનગઢ ગામના પૂર્વ સરપંચ વનજીભાઈ મગનભાઈ પોતાની સિલ્વર કલરની આઈ ટવેન્ટી કાર લઈને જતા હતા ત્યારે બાઈક ચાલક ગણેશભાઈ ગોવિંદભાઇ ચૌહાણને હડફેટે લઈ કાર હેઠે ચગદી નાખી અકસ્માત સર્જી નાસી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.