મોરબી : મોરબી નાગરીક બેંક ના પૂર્વ ડીરેક્ટર તથા શ્રી લોહાણા મહાજન- મોરબીના મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદિવસની ઉજવણી કરી હતી.વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર- મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે મોરબી લોહાણા સમાજના અગ્રણી, શ્રી લોહાણા મહાજન-મોરબીના મંત્રી તથા મોરબી નાગરિક બેંકના પૂર્વ ડીરેક્ટર નરેન્દ્રભાઈ રાચ્છે તેમના જન્મદિવસની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને કરી હતી. આ તકે નરેન્દ્રભાઈ રાચ્છ, કમળાબેન રાચ્છ, હિનાબેન અમિતકુમાર દક્ષિણી, પાયલબેન જયદીપકુમાર પુજારા સહીતના સભ્યોએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કર્યું હતું.પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી નરેન્દ્રભાઈ રાચ્છે સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહિતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.