જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે : કૃષ્ણ ભગવાનના વિચારો, કર્મયોગ, જ્ઞાનયોગ અને વસુધૈવ કુટુમ્બકમના વિચારો દર્શાવતા ફ્લોટ્સ બનશે આકર્ષણનું કેન્દ્રમોરબી અપડેટ (હળવદ): ભગવાન કૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વને વધાવવા માટે હળવદમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હળવદ નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આકર્ષક ફ્લોટ્સ સાથેની 39મી શોભાયાત્રા અને મનોરંજક લોકમેળો યોજાનાર છે.3 સપ્ટેમ્બરથી ભવાની માતાજીના પટાંગણમાં લોકમેળાનો પ્રારંભ હળવદ નગરપાલિકા દ્વારા સમસ્ત નગરની જનતા માટે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાનો ભવ્ય શુભારંભ તારીખ 03-09-2026, ગુરુવારના રોજ સાંજે 5:00 કલાકે થશે. વેગડવાવ રોડ પર આવેલા ભવાની માતાજીના પટાંગણમાં આ મેળો યોજાશે. આ ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહેશે. નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ, ઉપપ્રમુખ સતીષભાઈ ડી. પટેલ, કારોબારી ચેરમેન મહેશભાઈ બી. કણઝરીયા, મેળા કમિટીના ચેરમેન સુરેશભાઈ પી. પારેજીયા અને ચીફ ઓફિસર તુષારભાઈ આર. ઝાલરીયા દ્વારા જનતાને મેળાનો આનંદ માણવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.4 સપ્ટેમ્બરે નીકળશે 39મી ઐતિહાસિક શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા હળવદમાં 39મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 04-09-2026 ના રોજ સવારે 8:00 કલાકે મોરબી દરવાજા પાસે આવેલા રાધાકૃષ્ણ મંદિરથી આ શોભાયાત્રાનો પ્રારંભ થશે. જે લક્ષ્મીનારાયણ ચોક અને સરાનાકા થઈને આંબેડકર સર્કલ પાસે પૂર્ણ થશે. શોભાયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ ડો. મિલનભાઈ માલમપરાએ જણાવ્યું હતું કે આ વખતે શોભાયાત્રામાં કૃષ્ણ ભગવાનના વિચારો, કર્મયોગ, જ્ઞાનયોગ અને વસુધૈવ કુટુમ્બકમના વિચારો દર્શાવતા ફ્લોટ્સ હશે.શોભાયાત્રાના મુખ્ય આકર્ષણો અને તડામાર તૈયારીઓ આ વર્ષની શોભાયાત્રામાં અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિશેષ ફ્લોટ્સ અને 4 વેદના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત હાથી અને ટીમલી નૃત્ય પણ સામેલ હશે. છેલ્લા 1 મહિનાથી 40 થી 50 જેટલા કાર્યકર્તાઓ રાત-દિવસ એક કરીને ગામને સુશોભિત કરવા, ધજાઓ બાંધવા અને ફાળો એકત્ર કરવાની કામગીરી કરી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાંથી આવતા શ્રેષ્ઠ ફ્લોટ્સને 1, 2 અને 3 નંબર આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.કાન-ગોપી સ્પર્ધામાં 65 થી વધુ બાળકોએ ભાગ લીધો જન્માષ્ટમીનો માહોલ ઉભો કરવા માટે 2 દિવસ પહેલા શિશુ મંદિરમાં કાન-ગોપી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 65 થી વધુ નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પણ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.#MorbiUpdate #Halvad #Janmashtami2026 #Lokmela #Shobhayatra #KrishnaJanmotsav #HalvadNews #VHP #BajrangDal #HalvadNagarpalika