મોરબી : મોરબીના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે તા. 31 માર્ચને રવિવારના સવારે 9 વાગ્યાથી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે વિવિધ વિવિધ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મંદિરમાં નવનિર્મિત 72 ફૂટ ઊંચા ધ્વજસ્તંભ પર ગં.સ્વ.ગનુબેન આલાભાઈ હુંબલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. સાથે ઓમ મારબલ- ઘુસાભાઈ હમીરભાઈ ઘાંગાના હસ્તે ઈન્ડ.લીફ્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મહારાસમાં ભગવાન શ્રી કૃષ્ણને આહવાન આપનાર ભક્તો લીરીબેન, માલદેભાઈ, ભાવેશભાઈ, સભીબેન, અર્જુનભાઈ, વિજયભાઈ સહીત દ્વારકા આહિરાણી રાસમાં ભાગ લેનાર મોરબી જીલ્લાની બહેનોનું સન્માન કરવામાં આવશે તેમજ બપોરના 11:30 કલાકે બ્રહ્મલીન મહંત જગન્નાથજીના મોક્ષાર્થે ભંડારો પણ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં વવાણીયા તેમજ મોરબીની ધર્મપ્રિય જનતાને ઉપસ્થિત રહેવા માતૃશ્રી રામબાઈમાં મંદિરના સંત પ્રભુદાસજી ગુરૂજગન્નાથજી તેમજ ટ્રસ્ટના પ્રમુખ જસુભાઈ હરીભાઇ રાઠોડ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..