મોરબી : મોરબીની ખારીવાડી પ્રાથમિક શાળામાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં LLB કરેલી દીકરી અલ્પાબેન ભવાનભાઈ કંઝારીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ ધ્વજવંદન કાર્યક્રમની સાથે આ વર્ષે જન્મેલ દીકરીઓ અને તેમના માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના વિદ્યાર્થીઓ માટે શીઘ્ર વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી નગરપાલિકા પૂર્વ ચેરમેન અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી માવજીભાઈ કંઝારીયા, એસએમસી અધ્યક્ષ રમેશભાઈ પરમાર, વસંતભાઈ કંઝારીયા, પ્રભુભાઈ નકુમ, એસએમસીના અધ્યક્ષ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની સફળતા માટે શાળાના આચાર્ય ગિરીશભાઈ ચીખલીયાએ સૌ સ્ટાફગણ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.