મોરબી : મોરબીના ઉદ્યોગો અને સામાન્ય પ્રજાને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને શાંતિકુંજ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત મોરબી અપડેટ દ્વારા 'મોરબી અપડેટ કોન્કલેવ-2021'નું તારીખ 31 જુલાઈથી 3 ઓગસ્ટ, સાંજે 6.30થી 9.00 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના વિવિધ ક્ષેત્રના ડેવલપમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પડકારોના સમાધાન અંગે વિચાર મંથન કરાશે. જેનું લાઈવ પ્રસારણ મોરબી અપડેટના ફેસબુક પેઈજ અને યૂટ્યૂબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. સ્વાભાવિક રીતે, લોકોને કોન્કલેવ થોડો નવો શબ્દ લાગે. ત્યારે કોન્કલેવ એટલે શું? આ કાર્યક્રમનો હેતુ શું? કાર્યક્રમમાં શું હશે? સહિતની માહિતી આપતા મોરબી અપડેટના સુપ્રીમો દિલીપ બરાસરા જણાવે છે કે કોન્કલેવ એટલે ખાનગી મસલત કે સલાહ-સુચન માટેની સભા. જેમાં જે તે વિષયના તજજ્ઞો દ્વારા વિવિધ ક્ષેત્રે ચર્ચા-પરામર્શ થાય. હાલમાં મીડિયા સમૂહ કે સંસ્થાઓ દ્વારા આવી ડિબેટ કે ચર્ચાના આયોજનો માટે કોન્કલેવ શબ્દ પ્રચલિત છે. ત્યારે મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત કોન્કલેવનું આયોજન મોરબી અપડેટ દ્વારા થવા જઈ રહ્યું છે. સામાન્ય રીતે, મોરબી અપડેટમાં ન્યુઝ મીડિયા તરીકે લોકોની સમસ્યા ઉજાગર કરવામાં આવતી હોય છે. પરંતુ મોરબીના કી પર્સનો કે જેઓ પાસે જવાબદારી છે, જેઓ મોરબીનું હિત ઈચ્છે છે. તેઓ સૌને એક મંચ પર લાવી વિચારમંથન કરવાનો પ્રયાસ મોરબી અપડેટ કોન્કલેવ દ્વારા કરવાનો હેતુ છે.મોરબી અપડેટ કોન્કલેવને અનુલક્ષીને દિલીપ બરાસરા જણાવે છે કે હાલ મોરબી વિકાસ પામી રહ્યું છે. ત્યારે ઈન્ડસ્ટ્રિઝ, એજ્યુકેશન, હેલ્થની વાત હોય કે જનરલ પ્રોબ્લેમ્સ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિઝન-2025 અંતર્ગત પ્રકાશ પાડવો અને ભવિષ્યના ડેવલપમેન્ટ માટે ચિંતન મનન કરવું જરૂરી છે. આથી, કોન્કલેવમાં મોરબીના ચિંતકોથી લઇ સરકારના પદાધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. કોન્કલેવની રૂપરેખાની વાત કરીએ તો 31 જુલાઈથી ચાર દિવસ ચાલનારા કોન્કલેવમાં પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શુભારંભ થશે. તેમજ સીરામીક, ઘડિયાળ, પેપરમિલ, સોલ્ટ સહિતના ઉદ્યોગોના પડકારો અને સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા કરાશે. જ્યારે બીજા દિવસે મોરબીના સર્વાંગી વિકાસમાં ધર્મસત્તાનું મહત્વ અને મહિલાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની ભાગીદારી, ત્રીજા દિવસે રોજબરોજની સમસ્યાઓ જેવી કે ટ્રાફિક, સ્વચ્છતા, ટાઉન પ્લાનિંગ તેમજ સમાપનના દિવસે શિક્ષણ અને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિમાં સુધારાના અંગે મનોમંથન કરાશે. ચિંતન કરવાથી સમસ્યા તરત હલ નહીં થઈ જાય. પરંતુ તેના સમાધાનના વિચારની શરૂઆત તો ચોક્કસ થશે જ આ શબ્દો સાથે દિલીપ બરાસરા જણાવે છે કે મોરબી પાસે વિકાસ માટે આવશ્યક સાહસિકતા, પોલિટિકલ પાવર, નિર્ણય શક્તિ સહિતનું તમામ રો મટીરીયલ ઉપલબ્ધ છે. મોરબીની આ તમામ બાબતોને સાંકળી પોઝિટિવ વેમાં મોરબીવાસીઓને વતન વિષે વિચારતા કરવાનો, સમસ્યાઓના સમાધાનને અડકવાનો, મોરબીને વર્ષ 2025 સુધીનું વિઝન આપવાનો પ્રયાસ આ કોન્કલેવમાં કરવામાં આવશે. આ કોન્કલેવ ડેવલપડ કન્ટ્રીઝની જેમ મોરબીના વિચારશીલ, મોરબીના શુભચિંતકોની થિંક ટેન્ક ઉભી કરવાનું પ્રથમ પગલું કહી શકાય. મોરબી અપડેટ કોન્કલેવમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાગ લેનાર તમામ અગ્રણીઓ, તજજ્ઞો, અધિકારીઓ અને સહયોગ આપનાર તમમનો આભાર વ્યકત કરી તેમજ ખાસ કરી ઝિંદાદિલ એવા મોરબીવાસીઓ પણ ઓનલાઇન ફેસબૂક અને યુ-ટ્યુબના માધ્યમ થકી કોન્કલેવ-2021માં જોડાય અને પોતાના પ્રતિભાવો, સૂચનો આપી કોન્કલેવનો હિસ્સો બને તેવી અપીલ મોરબી અપડેટના ફાઉન્ડર અને મેનેજીંગ ડિરેક્ટર દિલીપ બરાસરાએ અંતમાં કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..