નકલંક ધામ બગથળાના મહંત દામજી ભગતની પ્રેરક ઉપસ્થિતિમાં પરિવારના ગ્રંથનું વિમોચન, વિદ્યાર્થીઓ અને વડીલોનું સન્માન કરાયુંમોરબી : બોપલીયા પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ, આત્મીયતા અને પરિવારની ભાવના વધુ મજબૂત બને તેવા ઉમદા હેતુથી લજાઈ મુકામે આવેલ ઉમા સંસ્કાર ધામ ખાતે સાંજના સમયે બોપલીયા પરિવારના પ્રથમ ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્નેહમિલન સમારોહમાં નકલંક ધામ બગથળાના મહંત દામજી ભગતની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે પરિવારના નવા ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને વડીલોનું બહુમાન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પરિવારના ઉત્કર્ષ માટે વિવિધ વિષયો પર જરૂરી ચર્ચા-વિમર્શ પણ કરવામાં આવી હતી.આ પારિવારિક પ્રસંગે પરિવારના બાળકો અને યુવાનો દ્વારા આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ સ્નેહમિલન સમારોહમાં મોરબી તેમજ બહારગામ રહેતા પરિવારના તમામ ભાઈ-બહેનો પોતાના પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ સભ્યો માટે મહાપ્રસાદનું અને ત્યારબાદ માતાજીના ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.#Morbi #MorbiUpdate #Lajai #BopaliyaParivar #SnehmilanSamaroh #MorbiNews #FamilyGathering