પાટોત્સવ નિમિતે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, મહાપ્રસાદ અને ભસ્મ આરતીનું આયોજન: ભક્તોને પધારવા ભાવભર્યું આમંત્રણ વાંકાનેર: વાંકાનેર શહેરના જડેશ્વર રોડ પર આવેલી વૃંદાવન વાટિકા સોસાયટીમાં બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરને આગામી મંગળવાર, 22 જુલાઈ 2025 અને અષાઢ વદ તેરસના રોજ એક વર્ષ પૂર્ણ થશે. આ અવસરે સોસાયટીના રહીશો દ્વારા મંદિરનો પ્રથમ પાટોત્સવ ભાવભેર ઉજવવામાં આવશે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પાટોત્સવ નિમિત્તે દિવસભર ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સવારે 07:00 વાગ્યે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ નો પ્રારંભ થશે. ત્યારબાદ બપોરના 01:00 કલાકે મહાપ્રસાદ યોજાશે, જેમાં ભક્તોને પ્રસાદનો લ્હાવો મળશે.સાંજે 06:30 વાગ્યે, પાટોત્સવનો મુખ્ય આકર્ષણ ભસ્મ આરતી યોજાશે. આ ભસ્મ આરતી સમયે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવને મહાકાલનો અદ્ભુત શણગાર કરવામાં આવશે. આ ભસ્મ આરતીનો લાભ આપવા માટે 'છોટી કાશી' હળવદથી ભસ્મ આરતી માટે સૌરાષ્ટ્રભરમાં સેવા આપતા નીરવભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહેશે.શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંડળ દ્વારા વાંકાનેરના તમામ શિવભક્તોને આ પવિત્ર પ્રસંગે વૃંદાવન વાટિકા, જડેશ્વર રોડ ખાતે પધારી, ધર્મલાભ લેવા માટે ભાવભર્યું આહ્વાન કરવામાં આવ્યું છે.