શહેરના 40થી વધુ મંદિરોમાં 5,000થી વધુ વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા અને દાદા-દાદી કરશે મહાઆરતી : આ ઘટનાને એશિયા બુક ઓફ રેકોર્ડસમાં મળશે સ્થાનમોરબી : મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે અનોખો રેકોર્ડ બનાવવાની અનોખી પહેલ કરી રહી છે. જેમાં પ્રથમ નોરતે એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના 5,000 થી વધુ વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા તથા દાદા-દાદી સાથે મળીને મોરબી શહેરના 40થી વધુ મંદિરોમાં મહા આરતી કરશે. મોરબીના ખુણે ખુણે ધ્વનિત થયેલ ઘંટનાદ અને આરતીના સંગીત સાથે સમગ્ર શહેર એક આધ્યાત્મિક ઉર્જાથી તરબોળ થશે.વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના આ ભવ્ય કાર્યક્રમને એશિયા બુક ઓફ રેકોર્ડસે એક દિવસમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મંદિરોની મુલાકાત લે તે માટે સત્તાવાર રીતે પ્રાથમિક માન્યતા આપી છે. આ કાર્યક્રમના મુખ્ય સ્થળ સત્યેશ્વર મહાદેવ મંદિર, ઉમિયા સર્કલ, મોરબી ખાતે સેંકડો લોકોને ઉપસ્થિતિ દ્વારા એક અનોખું દ્રશ્ય સર્જાશે. આ પ્રયોગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર આધ્યાત્મિક પ્રેરણા આપવાનો નહોતો પરંતુ તેમના જીવનમાં સંસ્કાર અને મૂલ્ય વાવવાનો છે. આ કાર્યક્રમમાં એડજ્યુડિકેટર રિતેશ ચાંપુરા ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમને પ્રમાણિત કરશે. એશિયા બુક ઓફ રેકોર્ડ્સના મુખ્ય સંપાદક ડો. વિશ્વરૂપ રાય ચૌધરીએ ફોન સંદેશ દ્વારા જણાવ્યું છે કે, આવો પ્રયત્ન માત્ર રેકોર્ડ નથી પરંતુ ભાવી પેઢીને સંસ્કૃતિનો સંદેશ આપવાનો અનોખો માર્ગ છે. આ સમગ્ર વિચાર એ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા આપવામાં આવ્યો છે અને સાથે સાથ આયોજન વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ મેડમ, સર્વે વિભાગના કો-ઓર્ડીનેટર, સમગ્ર વિનય સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવશે. તથા વિનય સ્કૂલના વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવામાં આવશે.