લેઉઆ પટેલ સમાજની 62 દીકરીઓ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પેટલ અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની રક્તતુલા કરાઈ ટંકારા : ટંકારાના હરબટીયાળી ગામે આજે અખાત્રીજના પાવન અવસરે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્ન યોજાયા હતા.જેમાં લેઉઆ પટેલ સમાજની 62 દીકરીઓ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ હતી.આ સમૂહલગ્નના અવસર પર સમાજના શ્રેષ્ઠીઓ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ અને કે ટંકારાના હરબટીયારી ગામે આજે અક્ષયા તૃતીયાએ સરદાર લેઉઆ પાટીદાર સમાજ ટંકારા સમૂહલગ્ન સમિતિ દ્વારા લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લેઉઆ પટેલ સમાજના 62 યુગલો હિન્દૂ શાસ્ત્રોકતવિધિથી લગ્નગ્રંથિથી જોડાઈને દાંપત્યજીવનની મંગલમય શરૂઆત કરી હતી.આ તકે હાજર રહેલા કાગવડ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની રક્તતુલા કરવામાં આવી હતી. આ પસેગે મહેશભાઈ સવાણી, ગોકલભાઈ વસ્તપરા સહિતના સમાજના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ સમૂહલગ્નના પ્રણેતા અને સીરામીક ઉધોગકાર નરેન્દ્રભાઈ પરસોતમ સંઘાત અને તેમની ટીમના સક્રિય પ્રયાસોથી આ સમુહલગ્નનો ઉદ્દભવેલો વિચારબીજ ખરા અર્થમાં સાકાર થયો હતો.જ્યારે આ સમૂહલગ્નમાં જોડાનાર 62માંથી 13 દીકરીઓના માતાપિતા હયાત નથી.તેથી સમૂહલગ્ન સમિતિએ આ દીકરીઓના માતાપિતા બનીને તેના લગ્ન પ્રસંગ હરખભેર ઉજવ્યો હતો.અને તમામ દીકરીઓને કરિયાવરમાં અઢકળ ભેટ સોગાદો આપીને હસીખુશીથી સાસરે વળવવામાં આવી હતી.જોકે અગાઉ આ સમુહલગ્નના ભાગ રૂપે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં એકઠું થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને અર્પણ કરવામાં આવ્યું હતું.આ સમૂહલગ્નને સફળ બનાવવા સરદાર લેઉઆ પાટીદાર સમાજની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news