જયસુખ પટેલ કોર્ટમાં રજુ, 31 માર્ચની મુદત પડી મોરબી : 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટના કેસ કોર્ટમાં કમિટ થયા બાદ આજે પહેલી મુદત હતી જેમાં આજે મુદત પડતા હવે પછીની સુનાવણી આગામી તા.31માર્ચના રોજ યોજાશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં દુર્ઘટના પીડિતોના વકીલ દિલીપભાઈ અગેચણીયાના જણાવ્યા મુજબ નામદાર મોરબી સેસન્સ કોર્ટમાં ઓરેવાના એમડી જયસુખ પટેલ સહિતના આરોપીઓ સામે કેસ કમિટ થયા બાદ આજે નામદાર કોર્ટમાં પ્રથમ મુદત પડી હતી અને હવે પછી આગામી તા.31 માર્ચના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.