મોરબી અપડેટ : ગુજરાત રાજ્ય, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જીલ્લાની સરકારી આઈ.ટી.આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેરની યાદીમાં જણાવાયું છે કે, આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT / GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-2026 માટેની અંતિમ તબક્કા (વહેલા તે પહેલા ના ધોરણે)ની પ્રવેશ પ્રક્રીયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રવેશ પ્રક્રિયાની અંતિમ તારીખ તા. 21-8-2026 સુધી લંબાવવામાં આવી છે. ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી itiadmission.gujarat.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ રૂ.50 રજીસ્ટ્રેશન ફી 1.Internet Banking. 2.Credit Card 3.UPI ID - UPI QR Code વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી આઈ.ટી..આઈ ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. જીલ્લાની દરેક આઈ.ટી.આઈ ખાતે સવારે 1પ થી 5 દરમ્યાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ વિશે માર્ગદશન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત રહેશે.વધુ માહીતી માટે અમારી સંસ્થાની વેબસાઇટ itimorbi.gujarat.gov.in/ ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે નીચે મુજબના જરુરી શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. (1) ધો - 8/9/10 ની માર્કશીટ (2) શાળા છોડયાનું પ્રમાણપત્ર (3) આધારકાર્ડની ઝેરોક્ષ(4) જાતી/કેટેગરી પ્રમાણપત્ર ( ST/SC/SEBC/EWS ) (5) પાસપોર્ટ સાઈઝનો ફોટોવધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.