મોરબી : શક્ત શનાળા સ્થિત વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સરસ્વતી શિશુમંદિરનો પંચમ પાટોત્સવ યોજાશે. આ નિમિત્તે વિદ્વતજન ગોષ્ઠી જીવન વિકાસ વિશય પર વક્તવ્ય યોજાશે.5 ફેબ્રુઆરી ને બુધવારના રોજ સવારે 9-15 કલાકે સરસ્વતી શિશુમંદિર ખાતે જીવન વિકાસ પર વક્તવ્ય યોજાશે. જેમાં મુખ્ય વક્તા તરીકે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી મહેશજી પતંગે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, કાંતિલાલ અમૃતિયા, કલેક્ટર કે.બી. ઝવેરી, ઈટાકા સિરામિકના ડાયરેક્ટર હિતેષભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.