હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા આયોજિત રથયાત્રામાં દર્શન કરવા, રથ ખેંચવા અને મહાપ્રસાદનો લાભ લેવા સર્વે ભાવિક ભકતોજનોને અનુરોધમોરબી: મોરબી શહેરમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા આગામી તારીખ 24/7/2026 ને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા બપોરે 4 વાગ્યે ભક્તિનગર સર્કલ નજીક આવેલા મોર્ડન હોલ (સનાળા બાયપાસ) ખાતેથી પ્રસ્થાન કરશે અને નગરના મુખ્ય માર્ગો પર ફરશે.રથયાત્રાનો રૂટ:આ પાવન રથયાત્રા સનાળા બાયપાસ (મોર્ડન હોલ)થી શરૂ થઈને દલવાડી સર્કલ (ગોકુલ-મથુરા સોસાયટી), ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, રવાપર ચોકડી, એસ.પી. રોડ થઈને અવની ચોકડી જશે. ત્યાંથી પરત ફરીને ઉમિયા સર્કલ થઈ સનાળા બાયપાસ સ્થિત મોર્ડન હોલ ખાતે પૂર્ણ થશે.રથ ખેંચવાનો અનેરો મહિમા:ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલદેવજી અને બહેન સુભદ્રા વિશાળ રથ પર આરૂઢ થઈને મોરબીવાસીઓને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ, જે કોઈ વ્યક્તિ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચે છે તેનો પુનઃજન્મ થતો નથી, અને તે જન્મ, મૃત્યુ, જરા તથા વ્યાધિના દુઃખમાંથી મુક્ત થઈ જાય છે.મહાપ્રસાદ અને વિશેષ ઉપસ્થિતિ:રથયાત્રા પૂર્ણ થયા બાદ સાંજે 7 વાગ્યે મોર્ડન હોલ ખાતે સર્વે દર્શનાર્થીઓ માટે ભંડારા મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઇસ્કોન અમદાવાદના પ્રેસિડન્ટ કલાનાથ ચૈતન્ય પ્રભુ, ઇસ્કોન રાજકોટના પ્રેસિડન્ટ વૈષ્ણવ સેવા પ્રભુ, નિરંજન કેશવ પ્રભુ, ધીર પૃથુ પ્રભુ, રમણ સુંદર પ્રભુ અને હલધર બલદેવ પ્રભુ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ મહાપ્રસાદના દાતા તરીકે ચિરાગભાઈ પટેલ (પરમેશ્વર રેક્ષીન મોલ) સેવા આપી રહ્યા છે.હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર - મોરબી દ્વારા સમસ્ત ધર્મપ્રેમી જનતાને ભગવાનના દર્શન કરવા, રથ ખેંચવાનો લ્હાવો લેવા અને મહાપ્રસાદ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે ડો. અતુલ વિષ્ણુ દાસનો મોબાઈલ નંબર 7016707756 પર સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #JagannathRathYatra #HareKrishnaMorbi #RathYatra2026 #MorbiNews #ISKCON #SpiritualEvent #GujaratNews