૩૦ સપ્ટેમ્બર પહેલા ઓનલાઈન ફોર્મ ભરી દેવા અનુરોધ મોરબી: ગુજરાત રાજ્યના શ્રમકૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મોરબી જિલ્લાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) — મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, અને વાંકાનેર—માં પ્રવેશ વર્ષ-૨૦૨૫ માટેના પાંચમા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ રાઉન્ડ 'વહેલા તે પહેલાં'ના ધોરણે ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં પ્રવેશ મેળવવા માટેની અંતિમ તારીખ ૩૦/૦૯/૨૦૨૫ છે.ઇચ્છુક ઉમેદવારો NCVT/GCVT પેટર્નના વિવિધ કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ માટે https://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તેમજ રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી ઇન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, UPI ID, NEFT વગેરે માધ્યમો દ્વારા ભરી શકાશે. જો ઉમેદવાર જાતે ફોર્મ ન ભરી શકે, તો નજીકની સરકારી ITI ખાતે ૧૦:૦૦ થી ૦૬:૦૦ દરમિયાન પણ ફોર્મ ભરી આપવામાં આવશે. આ પ્રવેશ વર્ષ-૨૦૨૫ નો આખરી રાઉન્ડ હોવાથી, રાજ્યની બહારના ઉમેદવારો પણ ખાલી રહેલી બેઠકોમાં ડોમિસાઈલ સર્ટિફિકેટ રજૂ કર્યા વિના પ્રવેશ મેળવી શકશે. જિલ્લાની દરેક ITI ખાતે સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૬:૦૦ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાની, રોજે રોજ મેરીટ આધારિત પ્રવેશ આપવાની અને ITI વિશે માર્ગદર્શન આપવાની કામગીરી માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત રહેશે.ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે ઉમેદવારે નીચે મુજબના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે લાવવાની રહેશે: * ધોરણ ૮/૯/૧૦ ની માર્કશીટ * શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) * જાતિ/કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS) * આધારકાર્ડ * પાસપોર્ટ સાઇઝનો ફોટો * બેંક પાસબૂક (મરજિયાત) * આવકનો દાખલોવધુ માહિતી માટે ઉમેદવારોએ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.