51 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવાશે: અત્યાર સુધીમાં 78 દીકરીઓના સમૂહ લગ્ન કરાવી ચૂક્યું છે ગ્રુપમોરબી અપડેટ: મોરબીમાં અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી 20 જાન્યુઆરી 2027 ના રોજ પાંચમા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં માતા-પિતા વિનાની તથા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી 51 દીકરીઓને પ્રાથમિકતા આપી તેમના લગ્ન એક પરિવારની જેમ ધામધૂમથી કરાવવામાં આવશે.અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અગાઉ ચાર વખત સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ લગ્નોત્સવમાં 5 દીકરીઓ, બીજામાં 11, ત્રીજામાં 21 અને ચોથામાં 41 દીકરીઓ એમ કુલ 78 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા. હવે આ પાંચમા સમૂહ લગ્નોત્સવમાં વધુ 51 દીકરીઓના લગ્ન કરાવવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ 129 દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાનો ગ્રુપનો સંકલ્પ પૂર્ણ થશે.આ સમૂહ લગ્નમાં કોઈ દાતા પોતાનું યોગદાન આપવા માંગતા હોય તો તેઓએ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ (મો. 9904855551) નો સંપર્ક કરી શકે છે તેમજ સમૂહલગ્નમાં જોડાવા ઇચ્છુક દીકરીઓએ ફોર્મ મેળવવા માટે 7069770679, 8980346649, 9913430772, 9624903743 અથવા 9904855551 પર સંપર્ક કરવાનો રહેશે. સેવાકીય કાર્યનો લાભ લેવા ઇચ્છુક પરિવારોને વહેલી તકે ફોર્મ મેળવી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #SamuhLagna #MassMarriage #UnstoppableWarriorsGroup #SocialWork #Morbi